પાટણ : જલારામ સત્સંગ મંડળની સરાહનીય કામગીરી

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ સત્સંગ મંડળ દ્વારા સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે ભૂખ્યાને ભોજન અને જરૂરિયાત મંદોને મદદ કરી જલારામ સખીમંડળ ધન્યતા અનુભવે છે

લોહાણા યુવક મંડળ દ્વારા ચાલતું જલારામ સત્સંગ મંડળ પાટણ જિલ્લાના રાધનપૂર ખાતે આવેલ લુહાણા સમાજ યુવક મંડળ દ્વારા જલારામ સત્સંગ મંડળ દ્વારા અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે જલારામ સત્સંગ મંડળ દ્વારા જલારામ સ્વાધ્યાય અને ભૂખ્યાને ભોજન ગૌ માતાઓને નીરણ અને જરૂરિયાત મંદોને મદદ કરી સેવાકીય પ્રવૃત્તિ કરે છે દરરોજ સાંજે ખીચડી કઢી બનાવી લોકો સુધી પ્રસાદ પહોંચાડે છે તો

અન્ય પ્રકારના તહેવારોની અંદર ગરીબ પરિવાર સુધી મીઠાઈઓ પહોંચી શકે તેવી વ્યવસ્થા કરે છે જલારામ સત્સંગ મંડળ નું અનુકાર્ય લોકોની અંદર આનંદ ઉત્પાદન કરે છે જે ગરીબ વિસ્તાર છે

ત્યાં રોજ જઈને ભૂખ્યાને ભોજન પહોંચાડવાનું જલારામ બાપા ના આશીર્વાદથી રાધનપુર ખાતે આવેલ જલારામ સત્સંગ મંડળ દ્વારા કાર્ય કરવામાં આવે છે મોટી સંખ્યામાં ગરીબ પરિવાર લોકો આ સેવાનો લાભ લઈ રહયા છે.

તો વાર-તહેવારે ગરીબ પરિવાર સુધી કપડા ભોજન મળી રહે મીઠાઈ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે ગરીબ પરિવારના બાળકો માટે અભ્યાસમાં કોઈપણ જાતની જરૂર હોય તો આવા વિદ્યાર્થીઓને મદદ પણ કરવામાં આવતી હોય છે. દવાખાનાઓમાં દર્દીઓને મદદ કરી સેવાકીય કાર્ય રાધનપુર જલારામ સત્સંગ મંડળ કરી રહ્યું છે.