પાટણ શહેરના નિલમ સિનેમા રોડથી કૃષ્ણ સિનેમા રોડ સુધી વરસાદી પાણી ભરાઈ રહેતાં સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઈન નાંખવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જેસીબી મશીન દ્વારા આ વિસ્તારના તમામ રોડોનું ખોદકામ કરી અંડર ગ્રાઉન્ડ સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઈન નાંખવામાં આવી રહી છે ત્યારે આ કામગીરી દરમ્યાન આ વિસ્તારનો મુખ્ય રસ્તો બંધ કરી દેતાં વાહન ચાલકોને ખૂબજ હાલાકીનો સામનો કરવો પડી રહયો છે.

એટલું જ નહીં પાટણ શહેરમાં પડેલા પ્રથમ વરસાદમાં જ તમામ સ્ટ્રોમ ડ્રેનેજ વોટર લાઈન નાંખવામાં આવેલી તમામ જગ્યાઓ પર ઠેર ઠેર ભૂવાઓ પડતાં સમગ્ર શહેર ભુવા નગરી બની જવા પામી હતી. તેમછતાં નિલમ સિનેમા પાસે ચાલી રહેલા સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનના કામમાં પણ કોન્ટ્રાકટર દ્વારા કામ પૂર્ણ થયા બાદ યોગ્ય પુરાણ ન કરાતાં સ્થાનિક લોકો વરસાદ પડે તો ભુવાની સ્થિતિ નું નિર્માણ થાય તેવી ભીતિ સેવી રહયા છે.

અને આ અંગે વિપક્ષાના નેતા ભરત ભાટીયાએ પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપી ચોમાસા દરમ્યાન કોઈપણ ખાનગી કંપનીઓને ખોદકામ કરવા દેવામાં ન આવે તેવી જાણ કરવામાં આવી હોવા છતાં પણ આ કામ કરવામાં આવતાં તેઓએ આ પરિસ્થિતિ અંગે પાલિકાના ચીફ ઓફિસરને અવગત કરી આ વિસ્તારમાં યોગ્ય કોન્ટ્રાકટર દ્વારા પુરાણ કરવામાં આવે જેથી ચોમાસા દરમ્યાન આ વિસ્તારમાં ભુવાઓનું સર્જન ન થાય અને લોકોને હાલાકી ન પડે તે દિશામાં પાલિકા દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવે તેવું જણાવી આ થઈ રહેલા કામ અંગે કંઈક આ રીતે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યાહતા.