હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન શામળાજી હોમિયોપેથિક મેડિકલ કોલેજ ગોધરાની યુનિવર્સીટી પાસે માહિતી અધિકાર અંતર્ગત માહિતી માંગતા યુનિવર્સીટીએ કોલેજ પાસે માહિતી માંગવા જણાવ્યા બાદ કોલેજે પણ માહિતી આપવામાં ઠાગાઠૈયા કરી યોગ્ય માહિતી ન આપતા આજરોજ મેહરાજ રાજન નામના વિદ્યાર્થીએ પાટણ યુનિવર્સીટી ખાતે કુલસચિવ ડો.ડી.એમ.પટેલને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.વિદ્યાર્થી મેહરાજ રાજને જણાવ્યું હતુંકે શામળાજી કોલેજમાં માહિતી અધિકાર મુજબ માહિતી માંગી હતી
પરંતુ કોલેજ પાસેથી માહિતી મેળવતા કોલેજે સ્વનિર્ભર કોલેજ હોવાનું કહી માહિતી આપવા ઈન્કાર કર્યો હતો કોલેજમાં ઈન્ટર્નશીપમાં ટ્રાન્સફર આપવા કોલેજ ગેરકાનૂની રીતે કરોડો રુપિયા ઉઘરાતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.કોલેજમાં કુલ ૧૧૩ વિદ્યાર્થીને ઈન્ટર્નશીપ કરવા પ્રમાણ આપવામાં આવ્યા છે પરંતું તેમાથી ફક્ત ૧૮ વિદ્યાર્થી જ ઈમાનદારી થી ઈન્ટર્નશીપ કરે છે
બાકીના ઈન્ટવ્રીઝ પાસેથી પોતાની મરજી થી ઈન્ટર્નશીપ કરવા કોલેજ સંચાલકોએ કરોડો રૂપિયા વસુલ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ મામલે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. સાથે સાથે યુનિવર્સીટીના અણઘડ વહીવટીને કારણે કુલપતિ પણ નૈતિકતાના ધોરણે રાજીનામુ મૂકે તેવી માંગ કરી હતી.