ભગવાન જગન્નાથજીની ૧૩૯મી રથયાત્રા આજરોજ નિકળી હતી ત્યારે વૈશ્વિક કોરોના મહામારીને લઈ રથયાત્રાના તમામ રુટો પર બપોરે બારથી આઠ વાગ્યા સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો પરંતુ રથયાત્રાના રુટ સિવાય પણ વહેલી સવારથી જ બેરીકેટ લગાવીને પાટણ શહેરમાં આવવા જવાના તમામ રસ્તાઓ પોલીસ દ્વારા બંધ કરી દેવાતાં શહેરીજનોને ખૂબજ હાલાકી ભોગવવી પડી હતી તો નિલમ સિનેમા, જૂનાગંજ બજાર, સુભાષચોક, બગવાડાનો એકતરફી રસ્તાને બેરીકેટ લગાવી બંધ કરી દેવાતાં શહેરીજનોએ પોલીસની આ કામગીરી પ્રત્યે નારાજગી દર્શાવી હતી.
અને શહેરીજનોને પોતાના ઘરે કે ધંધાના સ્થળે જવા માટે પણ હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી તો જૂનાગંજ બજાર ખાતે એક દુકાનનું ઉદઘાટન હોઈ તેઓના સગા સંબંધીઓ અને દુકાન માલિકને પણ આવવા જવા ન દેવાતાં તેઓને ખૂબજ હાલાકી પડી હતી.
આમ, પાટણ શહેરના આવવા જવાના મુખ્યમાર્ગો સહિત જે જગ્યા પરથી રથયાત્રાનો રુટ ન હોવા છતાં તેવા પણ રસ્તાઓ બેરીકેટ મારી બંધ કરી દેવાતાં પોલીસની કામગીરી પ્રત્યે લોકોએ નારાજગી દર્શાવી હતી.