પાટણ : PATAN
પાટણ શહેરમાં દિનપ્રતિદીન રખડતાં ઢોરોનો ત્રાસ અસહય વધી રહયો હતો. ત્યારે નગરપાલિકા તંત્ર હરકતમાં આવી રાત્રીના સમયે રખડતા ઢોરોને ઢોર ડબબે પુરી મહદઅંશે શહેરમાં ગાયોનો ત્રાસ ઓછો કરાયો હતો.
આ પકડવામાં આવેલી ગૌ માતાઓને પાલિકા તંત્ર દવારા મોતીસાના ઢોર ડબ્બે પુરવામાં આવી છે.
પાલિકા તંત્ર દવારા મોતીસા ઢોર ડબ્બામાં ગૌ માતાને ખાવા માટે લીલા કે સુકા ઘાસની વ્યવસ્થા ના કરાતા આજે ગૌ માતા ભુખે મરી રહી છે.
આ અંગે ઢોર ડબ્બાના કનુભાઈનો ટેલીફોનીક સંપર્ક કરતાં તેઓએ સાહેબને વાત કરી હોવાનું જણાવી, સાંડેસરા પાટીના પ્રમુખનો પણ સંપર્ક કરી ઘાસની વ્યવસ્થા કરવાનું જણાવ્યું હતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.