પાટણ : દિવ્યાંગ ભાઈ-બહેનોમાં જનજાગૃતિ લાવવા કરાયું કિટસ વિતરણ

કોવિડ મહામારીને લઈ અંધજન મંડળ અમદાવાદ પ્રેરીત અને શ્રી અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટ પાટણ દ્વારા જિલ્લાના દિવ્યાંગ ભાઈ બહેનોમાં જાગૃતિ લાવવા અને તેઓને સહાયભૂત બનવા માટે આજરોજ કલેકટર સુપિ્રતસિંઘ ગુલાટીની ઉપસ્થિતમાં ગાંધીસ્મૃતિ હોલ ખાતે જનજાગૃતિ અને કીટસ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કલેકટર સુપિ્રતસિંઘ ગુલાટીએ અંધજન મંડળ માટે જમીન સંપાદન માટેની હૈયાધારણા આપતાં અષ્ટાવક્ર વિકલાંગ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ કનુભાઈ પરમારે કલેકટર દ્વારા ફાળવવામાં આવેલી જમીનમાં હોસ્પિટલ વૃધ્ધાશ્રમ કે અંધજન ભાઈ બહેનોને મદદરુપ થવાના સેવાકીય કર્ય કરવાની બાંહેધરી આપી હતી.

તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ સુરક્ષાા અધિકારી એ.સી. કાસેલાએ વિકલાંગ ધારો ર૦૧૬ના તમામ મળતાં લાભો અંધજનોને વહેલી તકે આપવા બાંહેધરી આપી હતી. તો હારીજ જલારામ સેવા ટ્રસ્ટના જનકભાઈ ઠકકરે તેઓના મોટાભાગના પ્રોજેકટો અંધજનોને લઈને થતાં હોવાનું જણાવી તેઓનું મંડળ હરહંમેશ અંધજનોની વ્હારે રહેતું હોવાનું જણાવ્યું હતું.

તો આ કાર્યક્રમમાં માસ્કના દાતા અને મહિલા મંડળ પાટણના મંત્રી સંધ્યાબેન પ્રધાન સહિત કલેકટર અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સો જેટલા પાટણ જિલ્લાના અંધ ભાઈ બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો કાર્યક્રમના અંતે બ્રધર્સ ગૃ્રપ કણી દ્વારા તમામ અંધજન ભાઈ બહેનોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here