ઐતિહાસિક નગરી પાટણ એ આરોગ્ય નગરી તરીકે પણ આેળખવામાં આવે છે.પાટણમાં અત્યાધુનિક સુવિધાઆેથી સભર હોસ્પિટલમાં પણ ઘણીવાર માનવતાના દર્શન થાય છે.ત્યારે હાલમાં આવી એક માનવતા મહેકાવે તેવી ઘટના બનવા પામી હતી.પાટણ તાલુકા ના દુધારામપુરા ગામે રહેતા હાર્દિક ઠાકોર નામના ૯ વર્ષના બાળકના આખા શરીરમાં ધનુરનું ઇન્ફેકશન ફેલાય હતું.અને બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી.

જેને લઈ બાળકને શહેરની લાઈફલાઈન આઇસીયુ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ડો દિપકભાઈ મુદગલ દ્વારા ખૂબ મહેનત કરી તેમના અથાગ પ્રયત્નો થી આ બાળક ૪૭ દિવસની સારવાર બાદ બાળકને રજા આપવામાં આવી હતી.પરંતુ ઘરની આર્થીક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે ક્ષત્રિય ઠાકોર સેના પાટણ અને અન્ય સંગઠનો બાળકના વ્હારે આવ્યા હતા.

જેમાં દુધારામપુરાના સરપંચ અજીતજી ઠાકોર અને જીકેટીએસ પાટણ તાલુકા ઉપપ્રમુખ શ્રી નટુજી ઠાકોર ભેમોસણની મહેનત થી લગભગ ર લાખ રૂપિયા લોકફળો એકઠો કરવામાં આવ્યો હતો.અને આ પરિવારને મદદ કરવામાં આવી હતી.ત્યારે ડોક્ટર દિપક મુદગલે પણ માનવતા મહેકાવી ૧.ર૦ લાખ રૂપિયા બીલમાં આેછા લેતા ક્ષત્રિય ઠાકોર સેના પાટણ અને ઠાકોર સમાજના અન્ય અગેવાનોએ ડોક્ટર દીપક મૂદગલને શાલ આેઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કર્યાં હતા.જે સરાહનીય કામગીરીને ઠાકોર સેના દ્વારા બિરદાવામાં આવી હતી.આ બાબતે ડોકટરે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી.