પાટણ શહેરના હાઈવે સ્થીતિ સરદાર કોમ્પ્લેક્ષામાં અંદાજીત ૯૩૧ જેટલી દુકાનોમાં વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કરી ઘરનું ગુજરાન ચલાવી રહયા છે ત્યારે આ કોમ્પ્લેક્ષની આગળ છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી જાહેરમાર્ગ પર રેલાતાં વેપારીઓ સહિત અહીંથી પસાર થતા રાહદારીઓ ખૂબજ ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને આ બાબતે નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિકમાં રજૂઆતો કરવા છતાં આજદીન સુધી કોઈ જ પરિણામ ન આવતાં આ વિસ્તારની પરિસ્થિતિ નર્કગાર જેવી થવા પામી છે.
ત્યારે સ્થાનિક વેપારીઓ દ્વારા વોર્ડ નં.પના ચૂંટાયેલા કોપોરેટરોને ટેલીફોનીક અને રુબરુ કોમ્પ્લેક્ષની મુલાકાત લઈ જાત નિરીક્ષાણ કર્યા બાદ તેનો કાયમી નિકાલ લાવવા અનેકવાર રજુઆતો કરવામાં આવી હતી.
પરંતુ વોર્ડ નં.પના સ્થાનિક કોપોરેટરોએ આજદીન સુધી વેપારીઓના પ્રશ્નોમાં રસ ન હોય તેમ તેઓની અવગણના કરી મુલાકાત ન લેતા વેપારીઓને ના છુટકે રુબરુ નગરપાલિકા ખાતે આવવાની ફરજ પડી હતી અને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં આવેદનપત્ર આપી વહેલી તકે છેલ્લા ઘણા સમયથી જાહેરમાર્ગ પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવા માંગ કરી હતી.
ત્યારે છેલ્લા ઘણા સમયથી સરદાર કોમ્પ્લેક્ષામાં ભૂગર્ભના ગંદા પાણી રેલાતા હોવાથી ગ્રાહકો ઉપર તેની સીધી માઠી અસર પહોંચતા વેપારીઓના ધંધા રોજગાર પણ ઠપ્પ થઈ જતાં તેઓને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. જેથી વહેલી તકે સરદાર કોમ્પ્લેક્ષ પાસે છાશવારે રેલાતાં ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી હતી.
તો વધુમાં આવેદનપત્રમાં હાલમાં સરકારશ્રી મારફત અભિયાન ચલાવવામાં આવે છે તેવા વાણિજય કોમ્પ્લેક્ષામાં ફાયર સેફટી, પાર્કિંગ, શૌચાલય વિગેરે જેવી સગવડ પણ કરવામાં ન આવતાં વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.