પાટણ : સુપર સ્પ્રેડરોની આરોગ્ય વિભાગ દ્વારા કરાયું ક્રોસ વેરિફિકેશન

- Advertisement -

This browser does not support the video element.

Patan : રાજય સરકાર દ્વારા સંભવિત ત્રીજી વેવ સામે રક્ષાણ મેળવવા વહીવટી તંત્ર સહિત આરોગ્ય વિભાગ દ્વારા મોટાભાગની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે રાજય સરકાર દ્વારા ૩૧મી જુલાઈ સુધી સુપર સ્પ્રેડર ગણાતા તમામ વેપારીઓ અને શાકભાજી સહિતના વેપારીઓને ૩૧મી જુલાઈ સુધી ફરજીયાત રસીકરણ કરાવી લેવા અનુરોધ કરવામાં આવી રહયો છે

ત્યારે મોટાભાગના સુપર સ્પ્રેડર ગણાતા વેપારીઓએ ત્રીજી વેવ સામે પોતાનું અને પોતાના પરિવારજનો સહિત શહેરીજનોને રક્ષાણ મળી રહે તે માટે કોરોના વેકિસનના ડોઝ પણ લઈ લીધા છે. ત્યારે કેટલાક સુપર સ્પ્રેડર ગણાતા વેપારીઓ અને લારીધારકોએ હજુસુધી કોરોનાની વેકિસન ન લીધી હોય તેવા વેપારીઓની દુકાને દુકાને અને શાકભાજીની લારીએ લારીએ ફરીને આજરોજ તાલુકા હેલ્થ ઓફિસર સહિત નગરપાલિકા અને પોલીસની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.

ત્યારે તમામ વેપારીઓને શાકભાજીવાળા ફેરીયાઓએ કોરોના વેકિસન લીધી છે કે નહીં તેની ઓનલાઈન તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે ફેરીયાઓ કે વેપારીઓએ હજુસુધી રસી ન લીધી હોય તેવા સુપર સ્પ્રેડર ગણાતાં લોકોને ૩૧મી જુલાઈ સુધી ફરજીયાત રસી લઈ લેવા સૂચનાઓ આપવામાં આવી હતી. આમ, દુકાને દુકાને અને લારીએ લારીએ આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાતાં લોકોમાં આશ્ચર્યની સાથે કુતુહલતા પણ જોવા મળી હતી.

આ પ્રસંગે પાટણ તાલુકા આરોગ્ય અધિકારી ડો.ગૌરાંગ પરમારે જણાવ્યંુ હતું કે રાજય સરકારે ૩૧મી જુલાઈ સુધી સુપર સ્પ્રેડર ગણાતા તમામ વેપારીઓ અને લારી ધારકોને કોરોના વેકિસન લઈ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ તમામ વેપારીઓની અને લારીધારકોની રુબરુ મુલાકાત લઈ તેઓએ વેકિસન લીધી છે કે નહીં તેની ખાતરી કરવામાં આવી છે અને જે વેપારી કે લારી ધારકોને વેકિસન ન લીધી હોય તેવા સુપર સ્પ્રેડરોને ૩૧મી જુલાઈ સુધી રસી લઈ લેવા સૂચનાઓ આપવામાં આવી છે અને ૩૧મી જુલાઈ સુધી સુપર સ્પ્રેડર ગણાતા જે વેપારી કે લારીધારકોએ કોરોનાની વેકિસન નહીં લીધી હોય તેઓની સામે કદાચ તેઓના લાયસન્સ રદ કે ટેમ્પરરી કસ્ટડીમાં પણ લઈ શકવાની શકયતાઓ દર્શાવી હતી. જેથી તમામ સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતાં શહેરીજનોને ૩૧મી જુલાઈ સુધી ફરજીયાત કોરોના વેકિસન લઈ લેવા પીટીએન ન્યુઝ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે.