પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક સમાજના લોકો વચ્ચે ધીંગાણું. સાંતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો છે. જયારે ઝઘડાનું કારણ અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારે ઘાયલોને સારવાર અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા. એકની તબિયત વધુ બગડતા ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા.
તો પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.