પાટણ : સારથીનગર ખાતે વિવિધ ટ્રેડીશનલ અને વેશભૂષા સાથે યોજાયા ગરબા

- Advertisement -

This browser does not support the video element.

પાટણ શહેરની મહોલ્લા-પોળો અને સોસાયટીઓમાં ગરબાની રંગત જામની જોવા મળી રહી છે ત્યારે નવલા નોરતાના છઠઠા નોરતે ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમતાં જોવા મળ્યા હતા.

ત્યારે પાટણ શહેરના હાઈવે સ્થિત અંબાજી નેળીયામાં આવેલા સારથી નગર ખાતે ખેલૈયાઓ વિવિધ ટે્રડીશનલ ડ્રેસ અને વેશભૂષા સાથે મનમૂકીને ગરબે ઘુમતાં જોવા મળ્યા હતા.

તો સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઈ શહેરીજનો સહિત સ્થાનિક સોસાયટીના રહીશો માસ્ક અવશ્ય પહેરે તે માટે માતાજીની માંડવી પાસે બોર્ડ પણ લગાવવામાં આવ્યું હતું.

તો મોડીરાત સુધી ખેલૈયાઓ મન મૂકીને ડી.જે.ના તાલે ગરબે ઘુમી માં ની આરાધના કરતા જોવા મળ્યા હતા.