પાટણ : ગૌમાતા હોજમાં પડતાં જેસીબી દ્વારા કઢાયા બહાર

પાટણ શહેરમાં પાલિકાના વાંકે કેટલીકવાર ખુલ્લી ગટરો કે ખુલ્લા હોજમાં ગૌમાતા પડી જવાના બનાવો પ્રકાશમાં આવતા હોય છે ત્યારે પાટણનાં ચાણસ્મા હાઇવે રોડ પર આવેલ જય રેસિડેન્સી પાસે પાણીનાં હોજમાં એક ગૌમાતા પડી ગયા હતા

જેથી સ્થાનિકોએ જીવદયા પ્રેમી બંટીભાઈ શાહને ફોન કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગાયને બહાર કાઢવા માટે ખૂબજ પ્રયત્ન કર્યો હતો પરંતુ હોજ ઉંડો હોવાથી ગૌમાતા બહાર નિકળી શકયા ન હતા

જેથી ગાયને હોજમાંથી બહાર કાઢવા માટે જેસીબીની જરૂર પડતા પાટણ નગરપાલિકાનો સંપર્ક કરી જેસીબી મશીન બોલાવી ગૌમાતાને જેસીબીમાં દોરડુ બાંધ્યા બાદ જેસીબીની મદદથી ગૌમાતાને હેમખેમ બહાર કાઢી તેમનો જીવ બચાવાયો હતો.