માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી પાટણ જાયન્ટસ દ્વારા લોકઉપયોગી અને વિવિધ સેવાકીય પ્રોજેકટો કરી રહી છે ત્યારે બહુ દેવોને સ્ટીલની થાળી વાટકો, ગ્લાસ અને રપ૦ રૂપિયાનું સીધું એવા ૧૧ બહુ દેવોને વિતરણ કરવામાં આવ્યું હતું. તો ૧૦૦ વૃક્ષોનું જ્યોતિપાર્ક સોસાયટીમાં વૃક્ષાારોપણની સાથે સાથે જરુરી વિસ્તારમાં ૬ જેટલા વૃક્ષાોના પાંજરા પણ અર્પણ કરવામાં આવ્યા હતા.
તો બકરાતપુરા સ્કૂલમાં જરુરીયાત વિદ્યાર્થીઓને ચોપડા, કલર પ્રિન્સીલ અને સાદી પેન્સીલ જેવી શૈક્ષણિક કીટ ૭૦ બાળકોને આપી હતી. જયારે બહેરા મૂંગાની શાળામાં જાયન્ટસ ગ્રુપ વતી રૂપીયા ૧૧૦૦ નું દાન આપવામાં આવ્યું હતું.
જલારામ મંદિર અન્નાક્ષેત્રની બંને શાખામાં જમવા આવનાર વ્યક્તિઓને ૧પ૦ નંગ સાફીનું વિતરણ કરાયું હતું.
અપંગ માં-બાપની ધોરણ-૬ અને ૮ની વિધાર્થીને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો વેરાઈ ચકલા વિસ્તારમાં ૧પ૦ ઘરે ઘરે ફરીને કોવિડ રસી મુકવા માટે મેડિકલ ટીમને સહયોગ આપ્યો હતો.
આમ, જાયન્ટસ પાટણ દ્વારા વિવિધ છ પ્રોજેકટો કરીને પોતાની સેવાની સુવાસ શહેરમાં વિવિધ સમાજો અને જરુરીયાતમંદ લોકો સુધી પહોંચાડતાં જાયન્ટસ પાટણ પ્રશંસાને પાત્ર બની હતી.