પાટણ : ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ

પાટણ ખાતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા આજે શુક્રવારે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી.જેમાં પરીક્ષા માટે રજીસ્ટ્રેશન થયેલ પ્રથમ સેશન માં કેમેસ્ટ્રી અને ફિજીકસની પરીક્ષા યોજાઈ હતી જેમાં ર૧રર વિદ્યાર્થીઆે માંથી પ૭ વિદ્યાર્થીઆે ગેરહાજર રહ્યા હતા .

પાટણ ખાતે એક જ પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું જેમાં શહેરના ૧ર બિિલ્ડંગમાં ૧૧૧ બ્લોકમાં પરીક્ષાઆે યોજાઈ હતી જેમાં એક રૂમ માં ર૦ વિદ્યાર્થીઆે ને બેસાડવામાં આવ્યા હતા જેમાં ગ્રુપ પ્રમાણે પરીક્ષા યોજાઇ હતી . ‘ એ ‘ , બી , અને ‘ એબી ‘ ગ્રુપની ત્રણ સેશનમાં સવારે ૧૦ થી ૪ વાગ્યા સુધી પરીક્ષાઆે યોજાઈ રહી છે.

પાટણ ખાતે ધોરણ ૧ર પાસ બાદ એિન્જનિયિરગ , ડિપ્લોમા ડિગ્રી તેમજ ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ લેવા માગતા વિદ્યાર્થીઆે માટે આજ રોજ શુક્રવારે ગુજકેટની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે ગુજકેટના દરેક પરીક્ષર્થીઓને રાજય સરકારની કોવિડની ગાઈડલાઈન મુજબ સેનેટાઈઝ કર્યો બાદ ફરજીયાત માસ્ક પહેર્યાં બાદ જ પરીક્ષાખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.