પાટણ : શહેરમાં ઠેરઠેર ગુરુપૂર્ણિમાની કરાઈ ઉજવણી

પાટણ ખાતે આજે ગુરુપૂર્ણિમાના પાવન પર્વએ ગુરુગાદી આેએ ભક્તોએ શીષ ઝુકવ્યા હતા.ત્યારે શહેરમાં આવેલ અતિપ્રાચીન અઘોરી મહારાજ ની જગ્યા એવી પંચમુખી હનુમાન ખાતે પરમ પૂજ્ય ગુરુ શ્રી નર્મદા ગીરીબાપુ ની જગ્યા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ ની ઉજવણી ખૂબ ધામધૂમ પૂર્વક ગુરુ મહારાજના આશીર્વાદથી ઉજવવામાં આવી હતી.

આજે વહેલી સવારથી જ ગુરુભક્તો ગુરુ મહારાજની ગાદીના અને ગુરુ મહારાજની સમાધિના દિવ્ય દર્શન કરી ગુરુ મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને મંદિર પરિસર ખાતે પાદુકા પૂજન સમાધિ અભિષેક આરતી-પૂજન ગુરુ મહારાજને વિવિધ ફળોના મનોરથ ભરવામાં આવ્યા હતા તથા પૂજા અર્ચના કરી ગુરુપૂર્ણિમા ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિસરના વ્યવસ્થાપક અરૂણભાઇ આચાર્ય દ્વારા તથા સેવકો દ્વારા.

આ ગુરુપૂર્ણિમાની સુંદર દર્શનની વ્યવસ્થા સરકાર ની ગાઈડલાઈન મુજબ કરવામાં આવી હતી ગુરુપૂર્ણિમાના પાવન મહોત્સવ નિમિત્તે વેરાઈચકલા યુવક મંડળ દ્વારા પ્રસાદની વ્યવસ્થા છેલ્લા ૧૮ વર્ષથી કરવામાં આવે છે આજે પણ આ પ્રસાદની સુંદર વ્યવસ્થા મંદિરના મુખ્ય દરવાજા આગળ કરવામાં આવી હતી અને આવેલ તમામ ભક્તોને ફળ અને મહાપ્રસાદની પ્રસાદી આ મંડળ દ્વારા આપવામાં આવી હતી.

જ્યારે શહેરના સાઈબાબ મંદિર ખાતે કાકડા આરતી, પાદુકા પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
તો રાણકીવાવ રોડ પર આવેલા કાળકા મંદિરમાં બ્રહ્મલીન મહંત દેવગીરી બાપુની પ્રતિમાને સવારે પાદુકા પૂજન બાદ કુમકુમ તિલક અને ફુલહારથી પૂજન અર્ચન કરાયું હતું.