પાટણ (Patan) જિલ્લાના સાંતલપુરના રોઝુ ગામના રણ માં ઠાકોર સમાજ ના યુવક ની કરપીણ હત્યા કરી લાશ ને જંગલ (Forest) વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી. ત્યારે આ યુવક ઘરે નહી આવતા પોલીસ ને જાણ કરવામાં આવી હતી પરંતુ યુવાન મળી નહિ આવતા હત્યારાઆે બે દિવસ પછી કરછ જિલ્લાના આડેસર પોલીસ માં હાજર થતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો તે સમયે સાંતલપુર પોલીસ અને જિલ્લા ની પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.
હત્યા થનાર યુવાનની લાશ મળતા સ્થળ પંચનામું કરી પોલીસે ફરિયાદ (Police complaint) કરી તજવીજ હાથ ધરી હતી પરંતુ ફરિયાદ પોલીસે નોંધતા આરોપી મહિલાનું અને બીજા હત્યારા નું નામ દાખલ કરેલ ના હતું તે બાબત ની જાણ હત્યા થનાર ના ભાઈ ફરીયાદી ને થતા સંડોવાયેલ આરોપીઆેના નામ દાખલ કરવા ફરિયાદ આપી હતી
પરંતુ પોલીસે આ આરોપીઆે ના નામ દાખલ નહી કરતા ઠાકોર સમાજ રોષે ભરાયો હતો અને બહોળી સંખ્યામાં ન્યાય માટે ભેગા મળી કચ્છ કેસરી રઘુવીરિસહ જાડેજા ભારત હિન્દૂ યુવા સંગઠનના (President of Bharat Hindu Yuva Sangathan) અધ્યક્ષ સહિત હિન્દૂ સંગઠનના લોકો ન્યાય માટે આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી હતી
જેમાં સાચા આરોપીઆેના નામ દાખલ કરવા સ્થાનિક પી.એસ.આઈ સમક્ષ માગણી કરવા માં આવી હતી. ત્યારે પી.એસ.આઈ શુકલાએ આરોપીઆેના નામો દાખલ કરવા ની ખાત્રી આપી હતી.ત્યારે કરછ કેશરી રઘુવીરસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે જો બે દિવસ માં કાર્યવાહી નહિ થાય તો સમગ્ર ગુજરાતમાં ન્યાય માટે લડીશું અને જરૂર પડ્યે ઉપવાસ ઉપર પણ ઊતરવાની તૈયારી દર્શાવીહતી. ત્યારે પી.એસ.આઈ શુકલાએ આરોપીઆે ના નામો દાખલ કરવા પૂરેપૂરી ખાત્રી આપી હતી.