ઔધોગિક તથા સર્વિસ સેકટરના એકમો દ્વારા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે
પાટણ જિલ્લાની નોડલ આઈ.ટી.આઈ, રાજપુર પાટણ ખાતે આગામી તા.૦૪ ઓક્ટોબર,૨૦૨૧ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટણ જીલ્લાના વિવિધ ઔધોગિક એકમો અને સર્વિસ સેક્ટરના એકમો એપ્રેન્ટીસ ભરતીમેળામાં હાજર રહેનાર હોઈ વિવિધ ટ્રેડમાં આઈ.ટી.આઈ પાસ ઉમેદવાર જેવાંકે ફીટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, વેલ્ડર, મિકેનિક ડીઝલ તેમજ નોન એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ જેવાંકે બી.એ, બી.કોમ, બી.બી.એ, બી.સી.એ પાસ અને રસ ધરાવતા ઉમેદવારોને ઉપરોક્ત સ્થળ અને સમયે જરૂરી તમામ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું એમ આઈ.ટી.આઈ પાટણના આચાર્યશ્રીની અખબારી યાદીમાં જણાવ્યું છે.