હિન્દુ શાસ્ત્રોમાં શ્રાધ્ધ પક્ષનું અનેરુ મહાત્મ્ય રહેલું છે ત્યારે પૂનમથી શરુ થતાં પિતૃઓના મોક્ષા માટેના શ્રાધ્ધ માટે ગરીબ અને નિરાધાર વ્યકિતઓને પોતાના પિતૃઓના શ્રાધ્ધ માટે મદદરુપ થવા એક સેવાકીય સંસ્થા આગળ આવી છે.
ત્યારે સોમવાર ના રોજથી પિતૃઓનાં દિવસો એટલે કે શ્રાદ્ઘ પક્ષ શરૂ થાય છે. ભૂખ્યા ને ભોજન અને તરસ્યાં ને પાણી એ આ વિશ્વ માં સૌથી પુણ્યનું કામ માનવામાં આવે છે,
તો આ દિવસોમાં પિતૃઓ રાજી થાય તે માટે ભગવાનને અતિ પિ્રય એવા દિવ્યાંગો, કેન્સર ના દર્દીઓ અથવા ઝુંપડપટી વિસ્તારના બાળકોને જમાડી પિતૃ તપ્રણ સાચા અર્થમાં સિધ્ધ થાય તે માટે હેલ્પ અને વિરંજલા સેવા સમિતિ થકી આવા લોકોને પિતૃ તર્પણના મોક્ષા માટે સંપર્ક કરવા આહવાન કરવામાં આવ્યું છે.