સાંતલપુરના સીધાડા ગામે એક કિન્નરે જ્વલંતશીલ પદાર્થ છાંટી આત્મવિલોપન કર્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે કિન્નરના આત્મવિલોપનનું કારણ હજુ અકબંધ હોવાનું જાણવા મળ્યું હતું.
સાંતલપુર પોલીસે મૃતદેહને પીએમ અર્થે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. તો સાંતલપુર પોલીસે કિન્નરના આત્મવિલોપનના સમગ્ર મામલે તપાસ હાથ ધરી.