પાટણ : સ્વયં સેવક સંઘના કાર્યકરો દ્વારા વૃક્ષાોને અપાયું જીવતદાન

માનવ સેવા એજ પ્રભુ સેવા અને ગમે તેવી વિપરીત પરિિસ્થતિ માં આમ આદમીની સેવા માં ખડે પગે ઉભું રહેતું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના આશરે પ૦ સ્વયંસેવકો ના સહયોગ થી ગુરુવારના રોજ શાખા સેવા દિવસ અંતર્ગત આનંદ સરોવરમાં વિવિદ્ય પ૦૦ નંગ નાના છોડો નમી ના જાય અને તેનું રક્ષણ થાય તે માટે છોડે ને પ૦૦ વાસની સ્ટીક અને દોરી બાંધી ને

પર્યાવરણ લક્ષી સેવા તથા માસ્ક અને નાનો અલ્પાહાર આપી, દાતા રોટેરીયન વિનોદભાઈ સુથારના સહયોગ થી અને સ્વયંમ સેવક નિલેશભાઈ પટેલના આયોજન હેઠળ, પુર્વ મહામંત્રી ગુજરાત ભાજપ પ્રદેશ કે.સી. પટેલ અને નિરંજનભાઈ પટેલ, કોપોરેટર મુકેશભાઈ જે પટેલ ,પર્યાવરણ વાદી શાંતીકાકા અને દાતા રોટેરિયન વિનોદભાઈ સુથારની સાનિધ્યમાં જાયન્ટ્સ પાટણ પરિવાર નો પ્રોજેક્ટ નં ૬૮ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

આ પ્રોજેકટમાં પ્રમુખ નટુભાઈ દરજી, મંત્રી પ્રહલાદભાઈ પટેલ મૌલિક દરજી, નરેશ રાજપુરોહિત, જાયન્ટ્સ મેમ્બરો અને પાર્થ પ્રભાત શાખા અને નગર માંથી આશરે પ૦ સ્વયંસેવકો એ હાજરી આપી સેવાનો લાભ લીધો હતો.