પાટણમાં રસીકરણ કેન્દ્રો પર વહેલી સવારથી રસી લેવા માટે લોકોની લાંબી કતારો લાગી છે. ગઇકાલે રવિવારની રજા બાદ આજે સોમવારે વહેલી સવારથી શહેરના નવ જેટલા રસીકરણ કેન્દ્રો પર લોકોની લાંબી કતારો રસીકરણ કેન્દ્રો પર જોવા મળી હતી.
સરકાર દ્વારા સંભવિત કોરોનાનાની ત્રીજી લહેરની ભીતિને લઇ સમગ્ર જિલ્લાઆેમાં સુપર સ્પે્રડરની વ્યાખ્યામાં આવતા વેપારીઆેને ફરજિયાત રસી લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. જે અનુસંધાને સોમવારની વહેલી સવારે પાટણ શહેરના નવ જેટલા રસીકરણ કેન્દ્રો ઉપર વહેલી સવારથી જ પ્રથમ અને બીજો ડોઝ લેવા માટે લાભાર્થીઆેની લાંબી કતારો જોવા મળી હતી.
શહેરના કેટલાક રસીકરણ કેન્દ્રો ઉપર આરોગ્યના કર્મચારીઆે સમય પ્રમાણે ન પહોંચતાં લોકોએ ભારે પરેશાની તેમજ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલા શહેરી આરોગ્ય કેન્દ્ર અને બગવડા પાસેના રસીકરણ કેન્દ્ર ખાતે રસી લેવા માટે લોકોની લાંબી કતારો વરસાદમાં પણ યથાવત જોવા મળી હતી.