ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષા તરીકેની જવાબદારી નિભાવી રહેલાં સી.આર. પાટીલને એક વર્ષ પૂર્ણ થતાં આજરોજ મહિલા મોર્ચા દ્વારા પદમનાભ મંદિરમાં ગૌરીવ્રત રાખનાર નાની નાની દિકરીઓનું પૂજન કરીને તેઓને જવેરા અને કટલરીનો સર સામાન આપીને એક વર્ષના સુશાસનની ઉજવણી કરવામાં આવી હતી અને આવનાર સમયમાં પ્રદેશ અધ્યક્ષા દ્વારા સારુ સુશાસન કરી રાજયના મુખ્યમંત્રી સહિત નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહના હાથ મજબૂત કરે તેવી પદમનાભ ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી અરુણાબેન ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષાના સુશાસનનું એક વર્ષ પૂર્ણ થતાં ગૌરીવ્રત રાખનાર બાળાઓનું પૂજન કરી તેઓને કીટ આપીને સુશાસન વર્ષની ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવી આવા કાર્યક્રમો તમામ તાલુકા મથકે કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતું.