પાટણ માર્કેટયાર્ડમાં કપાસ અને એરંડા સહિતના માલની આવક વધી છે . કપાસની આવક વધતા માર્કેટયાર્ડમાં સફેદ ચાદર પથરાઇ હોય તેઓ માહોલ જોવા મળ્યો છે . પાટણ જિલ્લાના ખેડૂતો દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં કપાસ અને એરંડાના વેચાણ માટે ખાનગી વાહનોમાં માર્કેટયાર્ડમાં માલ વેચવા આવી રહ્યા છે
જેથી ટ્રાફિક જામના પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે . ખેડૂતોને કપાસ અને એરંડાનાં પોષણક્ષમ ભાવો મળતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.માર્કેટયાર્ડમાં રોજની ૩૦ થી ૩ર જેટલી ગાડીઓમાં અંદાજિત ૧૮ હજાર થી ર૦ હજાર મણ કપાસની આવક શરૂ થઇ છે .
તેમજ કપાસના મણે રૂપિયા ૧ર૦૦ થી લઈને રૂપિયા ૧૬૭પ જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. જેથી ખેડૂતોમાં દિવાળી પર્વ પહેલા ખુશી જોવા મળી છે .બીજી તરફ એરંડાની પણ પ્રતિદિન ૩૭ થી ૩૮ હજાર બોરીની આવક થઈ રહી છે.એરંડાના મણે રૂપિયા ૧ર૪પ થી રૂ .૧ર૭૪ જેટલો ભાવ મળી રહ્યો છે.
પાટણ માર્કેટયાર્ડમાં વહેલી સવારથી જ કપાસ અને એરંડાની મબલખ આવક થતાં માર્કેટયાર્ડમા સફેદ ચાદર પથરાઇ હોય તેવું જોવા મળ્યું હતું.