હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે બોર્ડ ઓફ સ્પોર્ટની સભા મળી હતી. આ સભામાં ચેરમેન તરીકે યુનિવર્સીટીના કારોબારી સભ્ય શૈલેષ પટેલની ફરી સર્વોનુમતે વરણી કરવામાં આવી હતી.
તો આ બેઠકમાં ખેલાડીઓની સુવિધામાં વધારો કરવા માટે કેટલાક નિર્ણયો કરવામાં આવ્યા હતા. તો યુનિવર્સીટી ખાતે વિવિધ રમતોની સ્પર્ધાઓ શરુ કરવા અંગે પણ નિર્ણયો લેવાયા હતા. જેના માટે સાત લાખ રુપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.