પાટણ : દેવદર્શન સોસાયટી ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન

- Advertisement -

This browser does not support the video element.

પાટણ જીલ્લા સહિત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રી મહોત્સવનું આયોજકો દ્ઘારા આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે દેવ દર્શન સોસાયટીમાં નવરાત્રી ગરબાનું આયોજન ચાલુ સાલે કરવામાં આવ્યું હતું.

ત્યારે આ ગરબામાં ગરબા રસીકો હર્ષોલ્લાસભેર ગરબા રમે છે અને ગરબાની રમઝટ જમાવે છે જયારે દેવ દર્શન સોસાયટીમાં નવરાત્રી મહોત્સવમાં સરકારના આદેશ મુજબ કોરોના કાળમાં પાર્ટી પ્લોટો તેમજ કલબોને નવરાત્રી મહોત્સવનું આયોજન કરવા માટે કોઈ પણ પ્રકરની મંજુરી કે પછી છુટ છાટ આપવામાં આવી નથી

પરંતુ સરકાર દ્ઘારા શેરી મહોલ્લા પોળો અને સોસાયટી માં ગરબા યોજવાની છુટ છાટ આપવામાં આવી છે જેને લઈ દેવ દર્શન સોસાયટી વિસ્તારનાં સ્થાનિકોને દુર દુર સુધી ગરબા રમવા જવુ ના પડે તેવા સારા આશયથી દેવદર્શન સોસાયટીમાં નવરાત્રી ગરબાનું આયોજન ચાલુ સાલે કરવામાં આવ્યું છે જેમા મોટી સંખ્યામાં સ્થાનિકો ગરબે ઘુમી માં અંબેની આરાધના કરી રહયા છે.