ભાદરવા સુદ-નોમ નિમિતે પાટણ શહેરના તમામ રામદેવ પીરના મંદિરો ખાતે ભાવિક ભકતો દ્વારા રામાપીરના નેજા શાસ્ત્રોકત વિધિ વિધાનથી ચડાવવામાં આવ્યા હતા
ત્યારે શહેરના પીંપળા ગેટ વિસ્તારમાં આવેલ રામાપીરના મંદિરેથી ભીલ સમાજ દ્વારા પરંપરાગત રીતે રામાપીરનો વરઘોડો અને શોભાયાત્રા બાબાની છબી બગીમાં બિરાજમાન કરી શહેરના જાહેર માર્ગો પર ફરી નોમના નેજા ભકિતભાવ અને શ્રધ્ધાથી બાબા રામદેવના મંદિરે ચઢાવવામાં આવ્યા હતાં.
મોટી સંખ્યામાં લોકોએ નેજાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો શોભાયાત્રામાં ભાવિક ભકતો અબીલ ગુલાલની છોળો વચ્ચે ઝૂમી ઉઠતાં સમગ્ર વાતાવરણ ધાર્મિક બની જવા પામ્યું હતું.