પાટણ જિલ્લામાં પહેલી કોરોના વાયરસની મહામારીને લઈને પાટણ એસ.ટી વિભાગ દ્વારા મોટાભાગની બસ સેવાઆે બંધ કરી દેવામાં આવી હતી.ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજય સરકારના આદેશ અનુસાર પાટણ એસટી ડેપોની ૬૦% બસો ફરી શરૂ કરવામાં આવી છે.

તો હજુ પણ કેટલા ગામડાઆેમાં બસ સેવા શરૂ કરવામાં આવી નથી. ત્યારે પાટણ જિૡામાં કોરોનાનું પ્રમાણ ઘટતા રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરો ખુલ્લી થઇ છે.જેને લઇને પાટણ એસ.ટી.ડેપો દ્વારા પાટણ થી આમુઢ અને પાટણ થી વાપી ની નવી બસ શરૂ કરવામાં આવી છે.

હાલમાં રાજ્ય સરકાર ની ગાઈડલાઈન મુજબ તમામ બસોમાં ૬૦% મુસાફરોને બેસાડવામાં આવી રહ્યા છે આ સાથે સાથે કોરોના વાયરસની મહામારીમાં પાટણ એસટી વિભાગને પ્રતિદિન ૧.રપ લાખ જેટલું નુકસાન પણ થવા પામ્યુ છે.

હાલમાં તમામ શાળા-કોલોજો બંધ હોય વિધાર્થીઓના પાસની આવક પણ બંધ થવા પામી છે. પાટણ એસ.ટી ડેપો મેનેજર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે હાલમાં ગ્રામીણ વિસ્તારોની ૭૦ ટકા જેટલી બસો ચાલુ છે અને માત્ર૩૦ ટકા જેટલી જ બસો બંધ છે.

એસટી વિભાગ દ્વારા મુસાફરોને વધુમાં વધુ સવલત આપવામાં આવે તેવો સતત પ્રયત્ન રહે છે.આમ ઘણા લાંબા સમયબાદ આ જરૂરી બસ સેવાઆે શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024