Patan News : ચાણસ્મા ડેપોના કંડક્ટરે રૂપિયા 2 લાખના દાગીના સાથેની બેગ યુવતીને પરત કરી માનવતા મહેકાવી હતી. બસમાં ટ્રોલી બેગ ભૂલી ગયેલી યુવતી મહેસાણાથી અમદાવાદ જવા ચાણસ્મા ડેપોની પાટણ અમદાવાદ બસમાં બેઠી હતી. બાપુનગર પહોંચતા જ કંડક્ટરની નજર બેગ ઉપર પડતાં તે બેગમાં સોનાના દાગીના જોવા મળતાં અને બેગમાં ભૂલી ગયેલી યુવતીનો નંબર મળતા તેનો સંપર્ક કરી બેગ પરત કરાઈ હતી.
બસ કંડકટર પ્રજાપતિ રાજુભાઈ ચાણસ્મા ડેપો સંચાલિત પાટણથી બાપુનગર બસ લઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન મહેસાણાની એક યુવતી ટ્રોલી બેગ સાથે અમદાવાદ જવા માટે બસમાં બેઠી હતી. આ યુવતી રાણીપ આવતા બેગ બસમાં ભૂલીને ઉતરી પોતાના ઘરે ગયા પછી ટ્રોલી બેગ બસમાં ભુલાઈ ગયાનું યાદ આવતા હાફળી ફાફળી થઈ ગઈ હતી.
પરંતુ આ બસ બાપુનગર પહોંચ્યા પછી કંડકટર રાજુભાઈ પ્રજાપતિ ચવેલી વાળા એ ફરજ દરમ્યાન બસમાંથી એક બેગ જોવા મળતા અને ટ્રોલી બેગની ચકાસણી કરતા તેમાં બે લાખના સોનાના દાગીના અને કિંમતી સામાન હતો પરંતુ ટ્રોલી બેગમાંથી બસમાં ટ્રોલી બેગ ભૂલીને ઉતરી ગયેલી યુવતીનો મોબાઇલ નંબર મળતાં તેનો સંપર્ક કરીને તેનો નંબર મળતા યુવતી પાસે આ બેગની માલિક તે હોવાની ખરાઈ કર્યા બાદ ફરજ પરના કંડક્ટરે ટ્રોલી બેગ મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતા બતાવી માનવતા મહેકાવી ચાણસ્મા ડેપોનું ગૌરવ વધાર્યું છે.