પાટણ : શિક્ષણના વ્યાપારીકરણને લઈ કરાયો વિરોધ

પાટણ જિલ્લા કોંગ્રેસ દવારા શિક્ષાના વ્યાપારીકરણને લઈ આજરોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના પ્રવેશ દવાર આગળ જ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

સરકાર દવારા શિક્ષાણના વ્યાપારીકરણ સહિત મોંઘીદાટ શિક્ષાની કથળતી સ્થિતિતિને લઈ કોંગ્રેસ દવારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાટણ જિલ્લા કોંગ્રેસ દવારા યુનિવર્સીટી ગેટ પાસે પ્રતિક ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. તો રુપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી સામે કોંગ્રેસ દવારા રાજયવ્યાપી એકલી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો આપી નિષ્ફળ રહેલી સરકારનો વિરોધ કરવાનો કાર્યક્રમ પ્રદેશ કોંગ્રેસ દવારા કરવામાં આવશે.

કોંગ્રેસ દવારા સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર ઉચ્ચારી શિક્ષાણ બચાવોના વિરોધમાં પાટણ સહિત સિધ્ધપુરના ધારાસભ્ય સહિત આગેવાનો, હોદેદારો અને વિદ્યાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. તો કોંગ્રેસ દવારા શિક્ષાણના વ્યાપારીકરણ સહિત મોંઘીદાટ શિક્ષાણની નીતિ સામે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનમાં માસ્ક સહિત સોશીયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો હતો.