પાટણ : પદ્મનાભ ભગવાનની રવાડીનું પીટીએન કરશે લાઈવ પ્રસારણ

- Advertisement -

This browser does not support the video element.

પાટણ પ્રજાપતિ સ્વામી પરીવારના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદમનાભજીના રેવડીયા મેળા તરીકે ઉજવાતા સપ્ત રાત્રી મેળાઓ કારતક સુદ ચૌદશ ને ગુરુવારના રોજ થી શરું થઈ રહયા છે.

ત્યારે ચાલુ સાલે પણ કોરોના મહામારીને લઈ સરકારની ગાઈડલાઈન મુજબ સપ્તરાત્રી મેળાઓ મોકુફ રાખવામાં આવ્યા છે ત્યારે દર્શનાર્થ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યું છે

ત્યારે પદમનાભ ભગવાનના દેશ-વિદેશમાં વસવાટ કરતાં ભાવિક ભકતો ઘરે બેઠા અને પોતાના દેશમાં બેઠા બેઠા દર્શન કરી શકે તેવા શુભ આશયથી ચાલુસાલે પીટીએન ન્યૂઝના સોશીયલ મીડિયા જેવા કે ફેસબુક અને યુ ટયુબના માધ્યમથી સાતેય સાત દિવસ પદમનાભ ભગવાનના ગર્ભ ગૃહ સહિત ભગવાનની રવાડીના લાઈવ પ્રસારણ થકી લોકોને દર્શન કરાવવાનો લ્હાવો આપી રહયું છે

ત્યારે તા.૧૮ નવેમ્બરથી તા.ર૪ નવેમ્બર એમ સાત દિવસ સુધી પદમનાભ ભગવાનના ગર્ભ ગૃહ અને રવાડીના દર્શનનું લાઈવ પ્રસારણ પીટીએન ન્યૂઝ સોશીયલ મીડિયા થકી કરવાનો છે જેનો લાભ દેશી વિદેશમાં રહેતાં પદમનાભ ભગવાનના ભાવિક ભકતોને લેવા ટ્રસ્ટી મંડળે અનુરોધ કર્યો હતો.

🔴 Live પદ્મનાભ ભગવાનની રવાડીનું લાઈવ પ્રસારણ | Patan Padmanabh Mandir Darshan 2021 | પદ્મનાભ ભગવાનનો મેળો લાઈવ 2021 | Padmanabh Bhagwan – આ પોસ્ટ દરેક ભાવિક ભક્તો સુધી શેર કરો.
👇👇👇👇👇👇