યુનિવર્સીટી સ્પોટ્ર્સ સંકુલ ખાતે વડોદરા અને સુરત ની ફાયર સ્ટાફ માટે શારીરિક ક્ષમતા કસોટી પરીક્ષા નો પ્રારંભ થયો હતો. પ્રથમ દિવસે સુરત ઝોનની ૩ નગરપાલિકાના ૪૦૦થી વધુ ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા ની પરીક્ષા આપી હતી.

ઊંચી કૂદ, લાંબી કુદ, પ૦ મીટર હોસ પાઈપ દોડ,૪૦૦ મીટર દોડ, મેડીકલ, તેમજ રસ્સાચડ જેવી શારિરીક ક્ષમતા કસોટી ની શારીરિક પરીક્ષા શારીરિક શિક્ષણ નિયામક ની કચેરી ગાંધીનગર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સીટીના સ્પોટ્ર્સ સંકુલ ખાતે આજથી ૪ દિવસ વડોદરા અને સુરત ઝોન ની જુદી-જુદી નગરપાલિકા માં ફાયર સ્ટાફ ની ભરતી માટે શારીરિક ક્ષમતા કસોટી ની પરીક્ષા નો પ્રારંભ થયો હતો.

જેમાં પ્રથમ દિવસે સુરત ઝોનની રાજપીપળા, ભરુચ બારડોલી એમ ૩ નગરપાલિકા ની ફાયર સેફટી માટે ૬૦૦થી વધુ ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં આજે ૪૦૦ વધુ એમ ૧૦૦૦ થી વધુ ઉમેદવારો આવ્યા હતા.