Patan News : Planning of Suvarna Prasan drops in Ayurvedic Hospital
પાટણ શહેરની આયુવેદિક હોસ્પિટલમાં દર મહિનામાં આવતાં પુષ્પનક્ષાત્રના શુભ દિને જીરો થી બાર વર્ષ સુધીના બાળકોને વિનામુલ્યે સુવર્ણ પ્રાસનના ટીપાં પીવડાવવામાં આવતા હોય છે ત્યારે મોટીસંખ્યામાં શહેરીજનો પોતાના બાળકની રોગપ્રતિકારક શકિતમાં વધારો થાય તે માટે સુવર્ણ પ્રાસનના ટીપાં પીવડાવવા આયુવેદિક હોસ્પિટલ ખાતે આવતા હોય છે.
ત્યારે બાળકોને સુવર્ણ પ્રાસનના ટીપા પીવડાવવાથી રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે સીઝનેબલ રોગો મટાડે છે, હાડકા તથા સ્નાયુઓને બળ તથા પ્રોષણ મળતાં બાળકોનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો હોવાનું આયુવૈદિક હોસ્પિટલ ડોકટરે જણાવ્યું હતું