પાટણ શહેરમાં આંગણવાડી કેન્દ્ર ખાતેથી ન્યુમોકોકલ કોંજુગેટ વેક્સીનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત પાટણ જિલ્લામાં શહેરી વિસ્તાર પાટણ તેમજ રામનગર ખાતેથી પદાઅધિકારી તથા જિલ્લા અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રીતસિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલમાં ન્યુમોકોકલ કોંજુગેટ વેકસીનની શરૂઆત થઈ છે જે બાળકોને દોઢ માસે, સાડા ત્રણ માસે અને નવ માસે મફતમાં આપવામાં આવશે. આ વેક્સીન પહેલાં ખાનગી દવાખાનામાં અંદાજે ર૦૦૦ થી રપ૦૦ રૂપિયામાં આપવામાં આવતી હતી જે હવે સરકારી દવાખાનામાં વિના મૂલ્યે આપવામાં આવશે. ન્યુમોકોકલ કોંજુગેટ વેકસીનથી નાના બાળકોને ફેફસાં અને મગજના રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. આ વેકસીન દરેક બાળકોને મફતમાં આપવામાં આવશે.

વધુમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ જણાવ્યું હતું કે, બાળકોને આ રસી મુકાવીને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવામાં સહભાગી બનીએ અને આપણા દેશના બાળકોએ આવતી કાલનું ભવિષ્ય છે તેથી દરેક બાળક તંદુરસ્ત રહે તે માટે આપણે સૌ સહકાર આપવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડા.એસ.એ.આર્ય, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી દિવ્યેશ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડા. ગૌરાંગ પરમાર, અર્બન મેડિકલ ઓફિસર ડો. ઝંખનાબેન મિસ્ત્રી તેમજ આરોગ્ય સ્ટાફગણ તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024