પાટણ: બીજાની ડિગ્રીએ ડોક્ટર બનીને દોઢ વર્ષથી હોસ્પિટલ ચલાવતા યોગેશ પટેલ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં
પાટણમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં દોઢ વર્ષથી આઇસીયુ અને હોસ્પિટલ ચલાવતા ડૉ. યોગેશ પટેલની એમ.બી.બી.એસ.ની ડિગ્રી અને તેમના નામની વિસંગતતા સામે આવતા આરોગ્ય વિભાગે હોસ્પિટલમાં તપાસ કરતા તે હોસ્પિટલ બંધ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. આરોગ્ય વિભાગે જેની તપાસ કરતા યોગેશ પટેલ બીજાના એમબીબીએસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી. બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતો હોવાનું ખુલ્યું હતું. જેની સામે પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે ફરિયાદ નોંધાવી હતી.
પાટણમાં પ્રસિદ્ધ હોસ્પિટલના ડૉકટર યોગેશ પટેલ બીજાના એમ.બી.બી.એસ ડિગ્રીના રજિસ્ટ્રેશન નંબરનો ખોટો ઉપયોગ કરી એમ.ડી અને એમ.બી. બી.એસ ડૉકટર તરીકે દોઢ વર્ષથી શહેરમાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુજરાત મેડીકલ કાઉન્સિલે આરોગ્ય વિભાગને આપેલા જવાબમાં ભાંડો ફૂટ્યો હતો. વધુમાં એમબીબીએસ ડૉકટર તરીકે તેમને રજૂ કરેલું સર્ટી પણ ખોટું નીકળ્યું હતું.
બીજાની ડિગ્રીએ ડોક્ટર બનીને દોઢ વર્ષથી હોસ્પિટલ ચલાવતા યોગેશ પટેલ સામે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને હોસ્પિટલની સ્થળ તપાસ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- Delhi Sakshi Murder Case : આરોપીએ ચાકુથી 34 સેકન્ડમાં 19 ઘા માર્યા, 6 વખત પથ્થર મારીને માથું છૂંદી નાખ્યું
- Gujarat weather update : આ શહેરોમાં આજે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
- અમદાવાદમાં વરસાદને કારણે રદ થયો બાબા બાગેશ્વરનો આજનો દિવ્ય દરબાર!
- પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે વૈદિક ગણિત સેમીનાર નું આયોજન કરાયું
- પાટણ : સસ્તા અનાજના જથ્થા સાથે છોટા હાથી ઝડપી લેતી સરસ્વતી પોલીસ ટીમ