Patan

દિન-પ્રતિદિન વધી રહેલા કોવિડ-૧૯ના કેસને ધ્યાને લઈ ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે પાટણ (Patan) પોલીસ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. માસ્ક ડ્રાઈવ અંતર્ગત માસ્ક ન પહેરનાર લોકો પાસેથી સ્થળ પર જ દંડ વસુલ કરવા ઉપરાંત દંડ ભરવાનો ઈનકાર કરનાર સામે કલમ-૧૮૮ હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે.

દિવાળીના તહેવારોમાં બજારોમાં થયેલી ભીડભાડના કારણે કોરોના વાયરસનું સંક્રમણ વધતાં જિલ્લામાં દિન-પ્રતિદિન કોવિડ-૧૯ના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ વિભાગે માસ્ક ન પહેરનાર લોકો સામે સખત વલણ દાખવી દંડ વસુલવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત જિલ્લાના નવ તાલુકાઓમાંથી તા.૨૩ નવેમ્બરના રોજ માત્ર એક જ દિવસમાં ૨૭૨ લોકો પાસેથી રૂ.૦૨,૭૨,૦૦૦ જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો છે. સાથે સાથે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના ૦૮ લોકો પાસેથી માસ્ક ન પહેરવા બદલ રૂ.૮,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આ પણ જુઓ : રાજ્યોએ કોરોનાની રસી માટે કોલ્ડ સ્ટોરેજ તૈયાર રાખવા પડશે : નરેન્દ્ર મોદી

સાથે સાથે દંડ ભરવાનો ઈનકાર કરનારા કુલ ૦૩ લોકો સામે કલમ-૧૮૮ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા તથા સુરક્ષિત રહેલા લોકોમાં જાગૃતિ કેળવાય તે માટેના જિલ્લા વહિવટી તંત્રના પ્રયાસો બાદ પણ તેની અવગણના કરી નિયમનો ભંગ કરનાર લોકો સામે આગામી દિવસોમાં પણ દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024