પાટણ એલસીબી પોલીસે જીમખાના નજીકથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ત્રણ શખ્સો સાથે ઝડપી પાડી હતી. તેમાંથી વિદેશી દારૂનો જથ્થો 817 બોટલ, મોબાઇલ, કાર સહિત મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાટણ એલસીબી પોલીસે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ એલસીબીએ બાતમીના આધારે જીમખાનાની પાછળના ભાગે નાકાબંધી ગોઠવીને દારૂની હેરાફેરી કરતી કાર (જીજે 01 કેએફ 8698) ને વિદેશી દારૂની 817 બોટલ જેની કિ.રૂ.1,13,140નો વિદેશી દારૂનો જથ્થો તેમજ ત્રણ મોબાઇલ જેની કિ.રૂ.10500 તેમજ કાર જેની કિ.રૂ.2,50 લાખ કુલ રૂ.3,73,640ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ અંગે પાટણ એલસીબી પોલીસે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે શખ્સ વાઘેલા ઉપેન્દ્રસિંહ મનુભા રહે.વડા, સોલંકી જયરાજસિંહ રણુભા રહે.અબાસણા અને વાઘેલા અલ્પેશ જેણુભા રહે.થરા સામે ફરિયાદ નોંધાવી હતી.