પાટણ : લોકપ્રિય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની કરાઈ સ્થાપના

- Advertisement -

This browser does not support the video element.

ઠાકોર સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના મહામંત્રી સહિત પુર્વ કોપોરેટર રણજીતસિંહ ઠાકોરના જન્મદિન પ્રસંગે લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી ઠાકોર સમાજ સહિત જરુરીયાતમંદ સમાજના તેજસ્વી બાળકો શિક્ષાણથી વંચિત ન રહે અને તેઓ શિક્ષિાત બને તેવા શુભ આશયથી તેઓને મદદરુપ થવાના શુભ આશયથી આ ટ્રસ્ટની સ્થાપના ટોટાણા ધામ નિવાસી સંતશ્રી દાસબાપુ અને ખલીપુર નિવાસી શંકરદાસ બાપુની અધ્યક્ષાતામાં કરવામાં આવી હતી.

તો લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના ગ્લોબલ વોમીંગની અસરને નાથવા તેઓના વરદહસ્તે વૃક્ષાારોપણનો કાર્યક્રમ થકી તેની વિધિવત રીતે સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ખલીપુર સ્થિત રામદેવપીરના મંદિરના પટાંગણમાં પધારેલા સંતશ્રીઓનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપનાને લઈ સંતોના હાથે કેક કાપી તેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટોટાણા ધામ નિવાસી સંતશ્રી દાસબાપુએ લોકપિ્રય વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા જરુરીયાતમંદ બાળકોના શિક્ષાણમાં સહભાગી થવા સહિત આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવા સુભાષિશ પાઠવ્યા હતા. તો આ પ્રસંગે લોક વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે સંસ્થાની સ્થાપનાના ઉદેશ્યો જણાવી ઠાકોર સમાજ સહિત જરુરીયાતમંદ તમામ સમાજોને શિક્ષાણ સહિતની મદદ આ સંસ્થા દ્વારા આવનાર સમયમાં કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

તો ઉપસ્થિત સંતોના હસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગોનું વિતરણ કરી સંસ્થાના હેતુને સિધ્ધ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તો આ પ્રસંગે સંસ્થાના પ્રમુખના પુત્ર હાર્દિક ઠાકોરે પોતાના બે પગારના રપ હજાર રુપિયા સંસ્થાને અર્પણ કરવાની જાહેરાત કરી ગરીબ અને જરુરીયાતમંદ પરિવારોના તેજસ્વી બાળકોને શિક્ષાણમાં સહભાગી થવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સંસ્થાના જન્મદિનને લઈ પ્રમુખને ઉપસ્થિત તમામ આગેવાનો, રાજકીય મહેમાનો અને સંતોએ વિવિધ ભેટ સોગાદો, પુષ્પગુચ્છ અર્પણ કરી તેઓને આશીર્વચન પાઠવ્યા હતા.