પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અમર જ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત કોલેજની અંદર ગુજરાત વિધાનસભાના પૂર્વે અધ્યક્ષ સ્વ હિંમતલાલ મુલાણી ની ૧૬ મી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ કેમ્પસ ની અંદર અલગ-અલગ કાર્યક્રમોનું પાંચ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાધનપુર વિસ્તારના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટના વરિષ્ઠ ઉપપ્રમુખ લોહાણા સમાજના આગેવાન વિનોદભાઈ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કોલેજના ટ્રસ્ટીઓ વિદ્યાર્થીઓના વાલીઓ શિક્ષણ ગણ દાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતત રહી કોલેજ ના સ્થાપક સ્વ હિંમતલાલ મુલાણીની ૧૬મી પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે આ પછાત વિસ્તાર ની અંદર શિક્ષણની જ્યોતજલાવનાર શ્રી હિંમતલાલ મુલાણી ને લોકોએ યાદ કરી હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપી હજારો લોકોને રોજીરોટી આપવાનું કાર્ય કરનાર તેમની કાર્યશૈલી ને યાદ કરી તેમના પુત્ર મહેશભાઇ મુલાણી અને તેમની ટીમ રાધનપુર વિસ્તારના બાળકોનું ભવિષ્ય ઉજળું બને શિક્ષણ ક્ષેત્રે લોકો આગળ વધે તેવી કાર્યશૈલીથી શિક્ષણ ક્ષેત્રે આગળ વધારી રહ્યા છે.