પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના પુનાસણ ગામમાં એક નંદી ઘાયલ થયો હતો. તેને ઘાસ ચારા માટે પુનાસણ ગ્રામજનો દ્વારા ૧૧૦૦ રૂ . જેટલો ફાળો કરી તેની સારવાર માટે સિધ્ધપુર ગૌશાળામાં થી એમ્બ્યુલન્સ મંગાવી તેની સારવાર કરાવામાં આવી હતી અને તેને સિધ્ધપુર ગૌશાળા ખાતે મોકલવામાં આવ્યો હતો
પુનાસણ ગામના માજી સરપંચ ઠાકોર ગંભીરજી ચતુરજી સહિતના ઉપિસ્થત રહી પુનાસણ ગામના જીવદયા પ્રેમીઆેએ એક સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું હતું.