વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી બે ઓકટોબરથી આઠમી ઓકટોબર સુધી કરવામાં આવતી હોય છે જેના ભાગરુપે પાટણ વન વિભાગ – પાટણ જિલ્લા તથા પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કૂલ – પાટણનાં સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની કિ્વઝ સ્પર્ધા યોજવામાં આવી હતી.
આ સ્પર્ધા માં જીલ્લાના ૯ સ્પર્ધા કોએ ભાગ લીધો હતો. પ્રથમ, દ્વિતિય અને તૃતિયસ્થાનના સ્પર્ધકોને પારિતોષિકથી સન્માનીત કરવામાં આવ્યા તથા બાકીના સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યાં હતા. જિલ્લા કક્ષાની આ કિ્વઝ ઝુઝારસંગ એન. સોઢા દ્વારા તૈયાર કરીને રમાડવામાં આવી હતી તમામ સ્પર્ધકોએ ઉત્સાહભેર જવાબો આપ્યા હતા.
આ વન પ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં શાળાના આચાર્ય ધનરાજભાઇ ઠક્કર, આર.એલ. પટેલ , આરએફઓ રાધનપુર, જી.એમ. પટેલ – વનપાલ વારાહી, એ.એ. જાદવ વનપાલ હારીજ, કે.કે. પટેલ – વનપાલ બાલીસણા, તુષાર ચૌધરી ક્લાર્ક , પી.જી. ગઢવી – ક્લાર્ક અને સ્કોરરમાં ચિરાગ લવલે, શાળાના શિક્ષકમિત્રોએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ઝેડ.એન. સોઢાએ કર્યું હતું.