પાટણ : સંડેરથી ડાભડી સુધીના ૧૦ કરોડના ખર્ચે રોડના નવિનીકરણનો કરાયો પ્રારંભ

રાજયના તમામ ધારાસભ્યોને પોતાના મત વિસ્તારોમાં વિકાસ કરવાની ગ્રાન્ટો સરકાર દ્વારા ફાળવવામાં આવતી હોય છે

ત્યારે પાટણના જાગૃત ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી પાટણ તાુલકાના સંડેર ગામથી માતપુર-ડાભડી સુધીના ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ સંડેર ના સરપંચ ભાનુબેન શંકરભાઈ પટેલ અને માતપુરના સરપંચ મોહનલાલ તેમજ ગામના અન્ય આગેવાનો સાથે રાખી આ રોડનું ખાતમુહ્રત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાટણના ધારાસભ્યએ રોડના ખાતમુહ્રત અંગે પોતાના પ્રતિભાવો વ્યકત કર્યા હતા.