આગામી તા.26 જાન્યુઆરીના રોજ દેશભરમાં 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે પાટણ જિલ્લાની પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. જેની પૂર્વતૈયારી રૂપે નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું.
કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે મર્યાદીત નાગરિકોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 73મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ધ્વજવંદન, પ્રજાજોગ ઉદબોધન અને રાષ્ટ્રગાન બાદ વૃક્ષારોપણ કરી ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. સાથે જ જિલ્લા કલેક્ટરના હસ્તે કોરોના વોરિયર્સનું સન્માન અને હેલ્થ કેર વર્કર્સને કોરોના પ્રતિરોધક રસીનો પ્રિકોશન ડોઝ આપવામાં આવશે.