પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર એકબાજુ જર્જરીત પાલિકાના કોમ્પ્લેક્ષોને લઈ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે તકેદારીના પગલા ભરી પડવાના વાંકે ઉભેલા ભાગોને પાડવાની કામગીરી કરી રહયા છે તો બીજીબાજુ ચાર વર્ષ અગાઉ પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વાદી સોસાયટી પાસે બનાવેલા નવીન કોમ્પ્લેક્ષની હરાજી માટે ગાંધીનગર કમિશ્નરમાંથી મંજૂરી ન લાવતાં આ કોમ્પ્લેક્ષ ખંડેર બનવા તરફ જઈ રહયું છે.
શહેરના વાદી સોસાયટી પાસે પાલિકા દ્વારા એક કોમ્પ્લેક્ષ બનાવી તેમાં દશથી બાર જેટલી દુકાનો બનાવવામાં આવી હતી ત્યારે તમામ પ્રકિ્રયા પૂર્ણ થઈ ગયા બાદ પ્રાદેશિક કમિશ્નરની મંજૂરી લેવાની જવાબદારી નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસરની હોવા છતાં તેઓ પોતાની જવાબદારીમાંથી છટકી રહયા હોય તેવું સ્પષ્ટ પણે દેખાઈ રહયું છે.
જેના કારણે છેલ્લા ચાર વર્ષથી બનાવેલુંં પાલિકાનું આ કોમ્પ્લેક્ષા ખંડેર બનવા તરફ આગળ ધપી રહયું છે. ત્યારે આ કોમ્પ્લેક્ષાની કેટલીક લાદીઓ પણ તેની હરાજી પૂર્વે જ તૂટી જવા પામી છે તો આ પાલિકાના કોમ્પ્લેક્ષની હરાજી ના થતાં આજુબાજુના વેપારીઓ તેમાં દબાણ કરીને પોતાનો ભંગાર રાખતાં આજે આ નવીન કોમ્પ્લેક્ષ પણ ભંગાર બનવા તરફ જઈ રહયું છે.
જેથી પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર વહેલી તકે રીજીયોનલ કમિશ્નરની મંજૂરી મેળવી પાલિકાનું કોમ્પ્લેક્ષા ભંગાર બને તે પૂર્વે હરાજી થાય તેવી માંગ ડો.નરેશ દવેએ કરી હતી.