પાટણ નગરપાલિકાના ત્રણ વોર્ડ ઈન્સ્પેકટરો અને ત્રણ કલાર્કની બદલીઓના ઓર્ડર ચીફ ઓફીસરે કરતા આઠ તાલીમી એપ્રેન્ટિસ સેનેટરી ઈન્સ્પેકટરોને જે તે વોર્ડમાં સ્વતંત્ર હવાલો અને જવાબદારી સોંપવાના હૂકમો સામે કેટલાક સુધરાઈ સભ્યો અને પદાધિકારીઓએ સવારથી ચોકકસ કારણોસર વિરોધ દર્શાવતાં આખો દિવસ આ મામલે નગરપાલિકામાં હોબાળો મચ્યો હતો. આ મામલે કેટલાક સુધરાઈ સભ્યોએ બદલીઓ સ્થગિત રાખવા મામલે ચીફ ઓફીસર સમક્ષા રજૂઆતો કરતાં તેઓએ હૂકમ પાછો ખેંચવાનો ધરાર ઈન્કાર કયો હતો.

આથી નગરસેવકોએ પ્રમુખ સ્મિતાબેન પટેલ સમક્ષા રજૂઆતો કરતાં આખરે તેઓએ ચીફ ઓફીસરને સભ્યોની લાગણીને માન આપીને આ બદલીઓ સ્થગિત રાખવા લેખિતમાં યાદી આપી હોવાનું પાલિકા પ્રમુખે ટેલીફોનીક વાતચીતમાં જણાવી ચીફ ઓફિસરે આ બદલીઓ કરતા તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા કે નહીં તે બાબતે તેઓને વિશ્વાસમાં લઈનેજ આ વોર્ડ ઈન્સ્પેકટરોની બદલીઓ કરાઈ હોવાનું જણાવ્યું હતું

તેમ છતાં માત્ર એકજ દિવસમાં પાલિકા પ્રમુખને આ બદલીઓ સ્થગિત કરવા ચીફ ઓફિસરને લેખિતમાં કેમ યાદી આપવી પડી તે અંગે પુછતાં તેઓ બહાર હોવાનું જણાવી પછી વાત કરીશ તેમ કહી ફોન કાપી નાંખ્યો હતો. આમ, ચીફ ઓફિસરે પાલિકા પ્રમુખને વિશ્વાસમાં લીધા બાદ જ બદલીઓ કરવા છતાં માત્ર એકજ દિવસમાં બદલીઓ સ્થગિત રાખવા લેખિતમાં યાદી આપતાં અનેક તર્કવિતક્રો જોવા મળ્યા હતા.

ત્યારે આ અંગે કોપોરેટર ડો.નરેશ દવેએ જણાવ્યું હતું કે નવીન ચૂંટાયેલી શાસક પક્ષાની બોડી અને ચીફ ઓફિસરના સંકલનના અભાવે કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે અને ચીફ ઓફિસરે પોતાનો વહીવટી અધિકાર હોવાથી આ બદલીઓ કરી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

ત્યારે ચીફ ઓફિસર અને શાસક પક્ષાના કોપોરેટરના અભાવના કારણે આજે કર્મચારીઓ અને શાસક પક્ષાના સભ્યોના અહમનો પ્રશ્ન બનતાં બદલીઓ પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024