પાટણ : પાલિકાના ઉપપ્રમુખએ લેખિતમાં અરજી આપવાની પડી ફરજ

પાટણ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જાહેરમાર્ગો પર રખડતા ઢોરોના ત્રાસની સાથે સાથે સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં શહેર નકાગાર બનવા તરફ જઈ રહયું છે ત્યારે શાસક પક્ષના સભ્યો દ્વારા પાલિકાના કર્મચારીઓને શહેર સ્વચ્છ અને સુંદર બને તે દિશામાં કામ કરાવવા પ્રજા ખોબલે ખોબલે વોટ આપીને તેઓને પાલિકામાં ચૂંટાઈને મુકતા હોય છે.

તેમછતાં શાસક પક્ષના દંડક અને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા કર્મચારીઓને શહેરને સ્વચ્છ બનાવવાના સૂચનો કરવાના બદલે ચીફ ઓફિસર અને પોતાના જ સાથી કોપોરેટર સ્વચ્છતાના ચેરમેનને લેખિતમાં શહેરને સ્વચ્છ રાખવા અને ઢોરોને પકડવાની કામગીરી શરુ કરવા માટેની લેખિત રજૂઆત કરતાં તેઓ બુદ્દિજીવી ઓમાં હાસ્યાસ્પદ બન્યા હતા.

તો શાસક પક્ષના પાલિકા ઉપપ્રમુખ દ્વારા લેખિતમાં શહેરને સ્વચ્છ રાખવા અને ઢોર પકડવાની કામગીરી શરુ કરવા લેખિતમાં રજૂઆત કરતાં વિરોધ પક્ષના નેતા ભરત ભાટીયાએ જણાવ્યું હતું કે પાલિકાના ભાજપના શાસનમાં આજે શહેરીજનો રખડતા ઢોરના પ્રશ્ને, ગંદકીના પ્રશ્ને કે પછી જાહેરમાર્ગો પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીના પ્રશ્ને લોકો પીસાઈ રહયા છે અને શહેરીજનોને શાસક પક્ષ દ્વારા આ તમામ બાબતે જવાબ આપવો ન પડે તે માટે લેખિતમાં અરજી કરી ગતકડા કરતા હોવાના આક્ષોપો કરી પાલિકાના કર્મચારીઓ પાસે કામ કરવાની અણઆવડત હોવાનું પણ જણાવ્યું હતું.