પાટણ : જાયન્ટસ દ્વારા ઠકકરબાપા સ્કૂલમાં કરાયા ત્રિવિધ પ્રોજેકટો

માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને ખરાઅર્થમાં સાર્થક કરી લોકઉપયોગી કાર્યો કરીને જરુરીયાતમંદ લોકોને હરહંમેશ મદદરુપ બનતી પાટણ જાયન્ટસ દ્વારા જાયન્ટસ સેવા સપ્તાહની ઉજવણીના ભાગરુપે વિવિધ સેવાકીય પ્રકલ્પો કરી લોકોને મદદરુપ થઈ રહી છે. ત્યારે જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશન અંતર્ગત જાયન્ટસ પાટણ દ્વારા સેવા સપ્તાહને લઈ આજરોજ ઠકકર બાપા પ્રાથમિક શાળા ખાતે પ્રોજેકટ નં.૧૧૦ થી ૧૧ર સુધીના કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જાયન્ટસ પાટણના મહાનુભાવો સહિત વોર્ડ નં.૯ના કોપોરેટર અને શાસક પક્ષાના નેતા દેવચંદભાઈ પટેલનું બુકે દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું

ત્યારબાદ ધો.૧ના નવીન પ્રવેશ પામેલા ૬૦ જેટલા વિદ્યાર્થીઓને દફતરની કીટનું દાતાઓના સહયોગથી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રોજેકટ નં.૧૧૧માં સ્વ.શર્મિષ્ઠાબેન રાવળના આકસ્મિત નિધન થવાથી તેમના પરિવારને જાયન્ટસ પાટણ તરફથી રુપિયા એક હજારની રાશનકીટ સહિત રુપિયા ૧૧૦૦ની રોકડ સહાય કરવામાં આવી હતી. તો પ્રોજેકટ નં.૧૧રમાં કોરોનાકાળમાં પોતાની સાયકલ લઈને જીવદયાનું કામ કરવા બદલ નરેશકુમાર ઠાકોરને જાયન્ટસ પાટણ દ્વારા મોમેન્ટો આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આમ, જાયન્ટસ સેવા સપ્તાહની ઉજવણીના ભાગરુપે ઠકકરબાપા પ્રાથમિક શાળા ખાતે એકી સાથે ત્રણ પ્રોજેકટો કરી વિદ્યાર્થીઓ સહિત જરુરીયાતમંદ લોકોને સેવાની સુવાસ પ્રસરાવવાના પ્રયત્નો હાથ ધર્યા હોવાનું જાયન્ટસ પાટણના પ્રમુખ નટુભાઈ દરજીએ જણાવ્યું હતુું.