રાધનપુર ખાતે આવેલ કસ્બા તલાટી કમ મંત્રીની ઓફિસમાં છત ધરાશાયી થતા ત્રણ લોકો ઘાયલ થયા. જેમાંથી એક ને વધારે ઇજા, બે ને સામાન્ય ઇજા થતા સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.
જુની બિલ્ડીંગની અંદર કચેરીની તમામ ઓફિસો આવેલી હોઈ વારંવાર છત પડવાની ઘટનાઓ ઘટે છે આજરોજ એવી જ ઘટના ઘટતા મોટી જાનહાનિ ટળી છે હાલમાં આ ત્રણેય કર્મચારીઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે. પરંતુ તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ થાય તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે.
જેમાં આ મામલતદાર કચેરીમાં કસ્બા તલાટીઓને ફાળવવામાં આવેલા જુના જર્જરિત મકાનમાં તલાટીઓ પોતાનું સરકારી કામ કરી રહ્યા હતા જેમાં ઉપરથી મકાનની છત નીચે પટકાતા ૩ તલાટીઓ ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. કચેરીનું ધડાકાભેર મકાનનો ઉપરનું સત્ર ધરાશાયી થવાને કારણે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ સમાચાર વાયુવેગે પ્રસરતા આખી કચેરીમાં સન્નાટો છવાયો હતો. કચેરીની આજુબાજુ ના આસપાસના સ્થાનિકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ અકસ્માત ની ઘટના બનતા સરકારી કચેરી ના તંત્રને જાણ થતા તંત્રને માથે આભ તૂટી પડ્યો હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.
- Professional College Paper Writers
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી