patan : પાટણ ખાતે જીૡા ઉઘોગ કેન્દ્ર સંચાલિત મહિલા ઉત્કર્ષ મંડળ દવારા ૧૦પ જેટલી બહેનોને સિવણની તાલીમ આપીને આત્મનીર્ભર બનાવવામાં આવશે. બહેનોને સિવણની તાલીમ કલસ્ટર ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે. જેમાં ૩પ-૩પ બહેનોની ત્રણ ટીમો બનાવીને ૪પ દિવસની તાલીમ આપવામા આવનાર છે.

જેમાં કુલ ૧૦પ બહેનોને સિવણની તાલીમ આપી આત્મનીર્ભર બનશે.તો સિવણની તાલીમ પામેલી આ ૧૦પ તાલીમાર્થી બહેનોને સિવણકામની રોજગારી પણ મળી રહેશે. દરમહિને આ બહેનો સીવણકામ કરીને પ થી ૬ હજાર રુપિયા સુઘીની આવક મેળવતી થશે અને સીવણકામ કરીને બહેનો પગભર પણ બની શકશે .

તેટલું જ નહિ સીવણકામ માટે આ બહેનોને ૧૦ વર્ષ સુઘી કામ પણ મળી રહેશે. જેનું ઉત્પાદન પણ પાટણ ખાતે જ શરુ કરવામાં આવશે. આજરોજ ૩પ બહેનોની પ્રથમ ટીમના તાલીમ વર્ગ શરુ કરવામાં આવ્યા છે.

પાટણના સરદાર કોમ્પ્લેક્ષ ખાતે મહિલા ઉત્કર્ષ મંડળ સંચાલિત સંસ્થા દ્વારા આજથી શરુ થયેલ સીવણ વર્ગની તાલીમાર્થી બહેનોને જીલ્લા ઉઘોગ કેન્દ્રના આઈપીઓ વર્ષાબેન તેમજ બહેનોને સીવણની તાલીમ આપનાર સંસ્થા મહિલા ઉત્કર્ષ મંડળના પ્રમુખ અલકાબેન દરજી દ્વારા બહેનોને આત્મનીર્ભર બનવા મામલે સંબોધીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

Patan News in Gujarati, પાટણ સમાચાર, Latest Patan Gujarati News, પાટણ ન્યૂઝ, પાટણ જીલ્લાના આજના સમાચાર, Patan live news today, ઉત્તર ગુજરાતના સમાચાર, Patan, Patan News, પાટણ, Patan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024