પાટણ તાલુકાના સરવા ગામે પાટણ તાલુકા ભાજપ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જેમાં પ૦૦ થી પણ વધારે વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમો પાટણ જિલ્લા ભાજપના પૂર્વ અને ગાંધીનગર મહા નગર પાલિકાના પ્રભારી મોહનભાઈ પટેલ, તાલુકા પ્રભારી સોવનજી ઠાકોરનું પાટણ તાલુકા ભાજપ દ્વારા સાલ આેઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરવા ગામ ની સીમ માં આશરે પ૦૦ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા
જેમાં લીમડો, પીપળો,સરગવો,આંબો, જામુડો સહિતના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપિસ્થત રહેલા મોહનભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારતીય જનતા પાટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો વધુમાં વધુ વૃક્ષાો વાવીને પયાવરણ બચાવવા માટે પ્રયત્ન કરે તેવો નીધાર કર્યો છે જેના ભાગરૂપે સમગ્ર ભારત ગુજરાત અને પાટણ જિલ્લામાં પણ ઠેરઠેર હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ સાથે-સાથે વૃક્ષોનું રોપણ કર્યો બાદ તેનું જતન પણ કરવામાં આવે તેવો પ્રયત્ન પણ તમામ હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલ, સહિત ભાજપના હોદેદારો, કાર્યકરો ગામના આગેવાનો ઉપિસ્થત રહયા હતા.
