બનાસકાંઠા થી ભિલોટ લગ્ન માં જતા બે બાઈક સવારને નડ્યો અકસ્માત…
બાઇક સ્લીપ ખાઈ જતા બની અકસ્માત ની ઘટના…
બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લાના રાધનપુરનાં મહેમદાવાદ-ભિલોટ માર્ગે બનાસકાંઠાથી ભિલોટ લગ્ન પ્રસંગમાં બાઈક લઈ જઈ રહેલા બે યુવકોનું બાઈક સ્લીપ ખાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા બન્નેના મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
અકસ્માતની દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા પરિવારના હૈયાફાટ રૂદનથી માહોલમાં ગમગીની છવાઇ હતી.
અકસ્માતનાં પગલે ધટના સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડ્યા હતા તો બન્ને મૃતકોની લાશને 108 દ્વારા પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.